Archive for September, 2008
નવરાત્રિનાં અનુભવો – શ્રી લઘરવઘર ઉવાચ
Posted by saksharthakkar in રોજબરોજ on September 30, 2008
ફોટો કર્ટસી – શ્રી લઘરવઘરભાઇ
ગબ્બર
બોસ આપડિ જોડે નવરાત્રિ ના બહુ સારા અનુભવો નથી ગબ્બર નિ જ વાત કરીએ પેહલા અમે માટિ ખોદવા જતા તા ગબ્બર બનાવા માટે સાયકલ પાછળ કોથળો ભરાઇ ને માટિ શોધવા નિકળિ પડિએ એક વાર તો બાજુ નિ સોસાયટિ ના ગબ્બર વાળિ ટિમે ભેગિ કરેલિ માટિ ચોરી લાવ્યા તા ગબ્બર નિ આગળ થાળિ મુક્વા માટે એક ટાઇલસ જોઇએ એના માટે એક જણ ના વઁરઁડો અને ઘર બઁધ હતુ એનો ટાઇલસ ઉખાડિ ને લઇ આવ્યા તા આવા તો કઇ એ ગતકડા કરીને ગબ્બર બનાવિએ ઉઘરાયેલા પૈસા ના સોથી વધારે ઉપયોગ રમકડા લાવવામા અને તોરણ પાછળ કરીએ એમાથી એકે બિજી નવરાત્રિ સુધિ જીવતા બચે નહિ એવિ રીતે પતતર ઠોકઇ જાય બે દિવસ પછિ તોરણ પર નો કલર પણ ઉડિ જાય તો પણ એના પાછળ ઇનવેસ્ટ્મેનટ ભરપુર કરીએ
સોસાયટિ ના ગરબા
‘’ મને ગરબા રમતા નથી આવડતુ અને મારા ગાયેલા ગરબા પર કોઇ રમતુ નથી ‘’
પાર્ટિ પ્લોટ ના ગરબા
ત્યા પણ ગાવાનિ અલગ મજા હોય છે લોકો માતાજી નિ જગ્યાએ ચઁપલ મુકિ આજુબાજુ કુડાળુ કરીને ગાય ચઁપલ ના ચોરાઇ જવા જોઇએ પારટિ પ્લોટ ના ગરબા તમે કોઇ ધાબા પરથી જુવો તો યુધ્ધ ચાલતુ હોય એવુ લાગે કેટલાએ લોકો કિચડાઇ મરતા હશે હુ તો ત્યા શાતિ થી જવુ મારા જ ગુપ ના એક બે છોકરા છોકરી ઓ ના પગ કિચડિ નાખુ એટ્લે એ લોકો મને બહાર કાઢિ મુકે પછિ શાતિ થી સટૉલ માથી ગરમા ગરમ ખિચુ ખવુ અને ગામ નિ પઁચાત ઠોકુ આ ભાઇ આ સ્ટેપ કરે છે એના કરતા આ સ્ટેપ કરે તો કેવુ આવુ બોલ બોલ કરવાનિ બહુ મજા આવે તો પણ એ લોકો નિ હિમત ને દાદ આપવિ પડે દરવખતે મને કે ચલ ગરબા જોવા એવુ કેહવા આવિ જાય . હુ કહુ શાતિ થી પડ્યા પડ્યા અહિ ટિવિ પર તો બતાવે છે શુ કામ ત્યા જઇ ને દેશનુ પેટ્રોલ બાળવુ તો પણ કોઇ સમજતુ નથી જન જાગ્રુતિ નો અભાવ છે લોકો મા આટ્લો સારો દોસ્ત એમને મલ્યો છે પણ ભગવાને અક્ક્લ જ નથી આપિ એ લોકો ને આ વખતે પણ આ દિવસે અહિ જઇશુ ના પ્લાન બનાવે છે પણ હુ છટકિ જવાનો છુ એવિ કોઇ ને ખબર નથી અને તમે લોકો પણ ના કેતા કોઇ ને .
નવરાત્રી અને મારા અનુભવો
Posted by saksharthakkar in રોજબરોજ on September 30, 2008

આમ તો મને અને નૃત્યને રામગોપાલ વર્માની ફિલ્મ અને સારાપણા જેવો સંબંધ છે, પણ મને અને સંગીતને અમર સિંહ અને અમિતાભ બચ્ચન જેવો સંબંધ છે એટલે નવરાત્રિ મારા ફેવરેટ તહેવારો માં આવે છે.
નાનપણનાં(બર્થ સર્ટીફિકેટ જોયુ તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો!!!) થોડા સંસ્મરણોને ખંખોળુ તો એ કંઇક આ પ્રમાણે છે. પહેલા દર વર્ષે અમારી સોસાયટી માં ગરબા થતા અને થતા એટલે બહુ સરસ રીતે થતા. મારા પપ્પા અને બીજા ૩-૪ કાકાઓનું સંગીત ગ્રુપ જેવુ બનાવેલુ હતુ, મારા પપ્પા હાર્મોનિયમ વગાડતા(બીજા વર્ષે મોટો કેસિયો લાવ્યા’તા એટલે પછી થી એ) અને બીજા વાંજિત્રો માં અમારી પાસે ઢોલ, મંજીરા, થાળિઓ, ચમચીઓ, ખંજરી વગેરે રહેતુ અને અમે નાનકડા ટેણિયાઓ કોરસમાં રહેતા. નવરાત્રિ ચાલુ થવાના અઠવાડિયા પહેલાથી પ્રેક્ટિસ ચાલુ કરી દેતા ગરબા ગાવાની(ગાવુ – To Sing, મને એ ખબર નથી પડતી ગરબા ગાવા = ગરબા રમવા કેવી રીતે થાય છે? ). એ પ્રેક્ટિસમાં સંગીત વૃંદ સાથે એમ તો અમને ગાવાની બહુ જ ઇચ્છા થતી પણ બધા કાકાઓનું માનવુ હતુ કે અમે બધા ટેણિયાઓ સાથે ગાઇશુ તો કોઇ ગરબા રમવા નહિ આવે(ટીઆરપી પ્રોબ્લેમ…યુ નો) છતા પણ અમને ખુશ કરવા માટે રોજ રાતની પ્રેક્ટિસ બાદ એકાદ બે ગરબામાં અમને ગાવા દેતા સાથે(દુધપાક સિસ્ટમ..છેલ્લે બે બોલ રમાડી દેવાના ખુશ કરવા માટે..) અને પછી જે રીતે અમે ઘરો ગજાવતા… ગાયકો કંઇક અલગ ગાતા હોયને અમે ટેણિયાઓ કંઇક અલગ. અમારા આ પ્રકારના ગાનમાં એક પોસિટીવ પોઇન્ટ હતો, મારા પપ્પાના કહેવા મુજબ “લોલ” માં અમે બધા ભેગા થઇ જતા…એટલે કે “કેસરિયો રંગ મુને લાગ્યો રે ગરબા, કેસરિયો રંગ મુને લાગ્યો રે લોલ” માં કોઇક ‘કેસરિયો’ પર હોય કોઇક ‘મુને’ પર હોય કોઇક ‘લાગ્યો રે’ પર હોય પણ જ્યારે કોઇક ‘લોલ’ પર પહોંચે તો બધા પોતે જ્યાં હોય ત્યાં થી ‘લોલ’ માં ભેગા થઇ જાય.
બસ પછી તો આવુ ૩-૪ વર્ષ ચાલ્યુ અને પછી અમારી સોસાયટીના પાછળના જ ગ્રાઉન્ડમાં “મા-શક્તિ ગરબા(રિષભ ગ્રુપ” મોટા પાયે ચાલુ થયા. એ જમાનામાં આવા મોટા પાયે થતા ગરબા નવા નવા હતા (જમાનાઓ ના ડિફર્ન્સ વ્યક્ત કરવાથી આપડે બે-ત્રણ જમાના જોઇ કાઢ્યા એવી ફિલિંગ આવે છે) એટલે ધીમે ધીમે સોસાયટીના ગરબામાં આવવા વાળા ઓછા થવા લાગ્યા અને એ મોટા અવાજે થતા ગરબાઓમાં અમારા હાર્મોનિયમ અને ઢોલકના અવાજ ક્યાંય ગાયબ થઇ ગયા, મોટી માછલી નાની માછલી ને ખાય (અથવા બાટા મોચીને ખાય) ના ધોરણે અમારી સોસાયટીમાં ગરબા બંધ થઇ ગયા.
હાલની પરિસ્થિતિ -
ગરબા ગાતા(ગાવુ – To Sing) તો બાળપણ થી જ આવડતુ હતુ, રમવાના કોલેજ માં આવ્યા પછી શિખ્યો(હું શિખ્યો એવુ હું માનુ છુ, કદાચ તમે ના પણ માનો…મને રમતા જુઓ તો). દાંડિયા એક જ વાર રમ્યો છુ એ પણ અહીયા અમેરિકા આવી ને અને એમાં કોઇને ઇજા નથી પહોચાડિ(ઍટલિસ્ટ મને ખબર છે ત્યાં સુધી). અહિ એકરાત્રી થાય છે, એટલે કે એક દિવસ જ ગરબા થાય છે પણ એમાં અમે પુરા જોશ ને ઉમંગથી ભાગ લઇએ છે. અત્યારે પણ મનની ઇચ્છાઓ પુરી કરવા માટે ૪-૫ જણ ભેગા થઇને ગરબા ગાઇએ(ગાવુ – To Sing) છે મન ફાવે તેમ… અને “લોલ” માં ભેગા થઇએ છે.
-Sakshar Thakkar
પ્રેમ અભિવ્યક્તિ – ટપોરી ભાષામાં
Posted by saksharthakkar in કવિતાઓ on September 28, 2008

મારી આંખમાં તુ દેખાય છે ને આંખના પોપચામાં પણ તુ દેખાય છે.
કલ્લન ભાઇના એરિયામાં તુ જ, ને ખોપચામાં પણ તુ દેખાય છે.
ફુલ્ટુ વાત નથી કરી શકતો, કટ-ટુ-ક્ટ વાત હું કરુ છુ,
શરમાઇને કલ્ટી મારુ છુ, પણ એમ તો તારા પર મરુ છુ.
કેટલીય વાર પકિયાએ કીધુ કે “લોડ નહિ લેને કા બાપ”,
પણ તારા જેવી જ્ક્કાસ છોરીની દિલ પરથી છુટતી નથી છાપ.
દિલની વાટ લાગી ગઇ છે ને ચૈન મારાથી ભાગ્યો છે,
પંટર લોગ મને કહે છે કે પ્રેમનો કીડો મને લાગ્યો છે.
-સાક્ષર
ખોપચુ – ખુણા વાળી જગ્યા.
ફુલ્ટુ – પુરેપુરી
કટ-ટુ-કટ – ટુંકાણમાં
લોડ ન લેવો – ચિંતા ન કરવી
જક્કાસ – સુંદર
વાટ લાગવી – દુર્ગતિ થવી
બેરોજગારી
Posted by saksharthakkar in કવિતાઓ on September 27, 2008

૩ વાગે ઉંઘુ છુ ને ૩ વાગે ઉઠુ છુ.
એલાર્મની ઝંઝટ નૈ, ઉંઘનો આરામ લુટુ છુ.
જોબ ચાલતી હોય તો રોજ દાઢી કરવી પડતી’તી,
દેવદાસ બનવાની ઇચ્છા ક્યાંક ખુણે જઇને પડતી’તી.
હવે તો મનને ઇચ્છા થાય એવી દાઢી રાખુ છુ,
ગાડીનું પેટ્રોલ મોંઘુ પડે છે તો વાહન પાડી(પાડાનું સ્ત્રીલિંગ) રાખુ છુ.
જતો હતો પહેલા દર શુક્રવારે થિયેટરમાં કોઇપણ કાળે,
હવે બસ સોમવારે પાયરેટેડ ડિવિડી લઇ આવુ છુ ભાડે.
બચાવો મને, આ બેરોજગારીની આ પરિસ્થિતિ હું વરસોથી સહુ છુ,
જોબની ચિંતા નથી વિડિયો પાયરસી બચાવવા માટે કહુ છુ.
-Sakshar Thakkar
તોફાની બારકસ
Posted by saksharthakkar in કવિતાઓ on September 21, 2008

કંઇક તો કરે છે કારનામુ, આ તોફાની બારકસ.
બધાને બનાવી દે છે મામુ, આ તોફાની બારકસ.
બાપાના કામના ચોપડામાં લાલ-કાળા લીટા કરે ને,
પુછો તો કહે કે લખુ છુ નામુ, આ તોફાની બારકસ.
ગમતુ રમકડુના લઇ આપ્યુ જો, તો ખાતરી છે,
તાણેલુ ભેંકડુ નહિ રહે છાનુ, આ તોફાની બારકસ.
ઝાંપો ખુલ્યો નથી કે બસ મંઝિલ શોધવા નીકળી પડ્યા,
રખડવાને ના હોય કોઇ સરનામુ, આ તોફાની બારકસ.
-Sakshar
પ્રાસ
Posted by saksharthakkar in કવિતાઓ on September 21, 2008
“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,
લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.”
-સાક્ષર
આ અંગે કવિશ્રી લઘરવઘર અમદાવાદી નું નિવેદનઃ
“અમે તો કવિતા લખવાનો પ્રયાસ કરતા હતાં,
લાગણીઓ અકબંધ રાખવા ગયા ને પ્રાસ છુટી ગયો.
લાગણિ ઓ અઁક્બઁધ રાખવા મા તો લોકો નો શ્વાસ છુટિ ગયો
અને તમે કહો છો કે પ્રાસ છુટિ ગયો?”
જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું
Posted by saksharthakkar in કવિતાઓ on September 19, 2008

કવિ શ્રી તેજસ ભાવસારનું નવલુ નજરાણુ….
મોબાઈલ ફોનનું ડબલું (રાગઃ જુનું તો થયું રે દેવળ)
જુનું તો થયું રે ડબલુ જુનુ તો થયું,
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
પંદર મિનિટ તો કિગાર્ડ ખોલવાની લાગી
બગડીયુ કિપેડ માયલુ ના મેમરી રહી
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
ઘસાઈ ગયેલી એની બોડી તો બદલાવી,
ઉડી ગઈ બેટરી ચાર્જર પડી તો રહ્યું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું
સર્વિસ પ્રોવાઈડર કહે સર્વિસના ગુણ,
પણ ડબલુ મોબાઈલનું ચાલુ ના થયું
મારું સીમકાર્ડ નવું ને ડબલું જુનું તો થયું…
-તેજસ ભાવસાર
જેને મારા સુર સાથે સહન કરવુ હોય તો નીચેની લિંક પર ક્લિક કરોઃ
મનનનો જન્મદિવસ
Posted by saksharthakkar in રોજબરોજ, વિડીઓ on September 10, 2008
મનન ના જન્મદિવસે બનાવેલ ગીત નો વિડીઓ:
બિટ્સ – સાક્ષર
બોઁગો – ધ્ન્યાનેશ
સાઇડ રિધમ – બાબુ મોશાઇ
સાવરણી
Posted by saksharthakkar in કવિતાઓ on September 8, 2008

(રાગ- સાવરિયો રે મારો સાવરિયો)
સાવરણી રે મારી સાવરણી,
હું તો ધુળ ખંખેરુને પાડી દે બરણી.
કોઇ પુછે કે ઓટલો કેટલો ચોખ્ખો થયો,
મારી સાવરણી ને લીધે થોડો ડખ્ખો થયો.
કચરો ગાળી દે એવી ગળણી.
…સાવરણી રે મારી સાવરણી,
હું તો ધુળ ખંખેરુને પાડી દે બરણી.
જાણે સુર્ય નીકળે નાના હોલમાં,
મારી સાવરણી ફરે જ્યારે બખોલમાં.
નથી ગોરી એ તો છે ઘઊંવર્ણી.
…સાવરણી રે મારી સાવરણી,
હું તો ધુળ ખંખેરુને પાડી દે બરણી
-Sakshar Thakkar
આ નેનો ને આ મોટો
Posted by saksharthakkar in કવિતાઓ on September 5, 2008
એવો ખ્યાલ જગત નો ખોટો.
બહુ મોંઘી ભૈ મર્સિડિઝ ને,
બહુ મોંઘી ગેલાર્ડો,
મધ્યમ વર્ગને તો આ બધા કરતા,
નેનો લાગે મોટો.
…આ નેનો ને આ મોટો,એવો ખ્યાલ જગત નો ખોટો.
જનરલ મોટર્સ, હોન્ડા, ડોજ,
નિસ્સાન કે બજાજ ઓટો,
આ બધા માં અમને તો પ્યારો,
આ ટાટાનો છોટો(નેનો).
…આ નેનો ને આ મોટો,એવો ખ્યાલ જગત નો ખોટો.
કાર સમુદ્ર તણા મોજાઓમાં,
આ નાનો પરપોટો;
ગોગલ પહેરો કે ના પહેરો,
બસ બેસો ને પડે સોટ્ટો.
…આ નેનો ને આ મોટો,એવો ખ્યાલ જગત નો ખોટો.









તમે કહ્યું