Archive for August, 2008

જવાબ તો ઉપરનાં ફોટો પરથી મળી જ ગયો છે. યુનિક્સમાં જોવા માટે ટર્મિનલ પર ટાઇપ કરોઃ
cal 9 1752
(યુનિક્સ જ કેમ ગુગલમાં પણ તપાસ કરી શકો છો)
હવે આ મહિનામાં ૧૧ દિવસ ઓછા હોવાનું કારણ જોઇએ. સપ્ટેમ્બર ૧૭૫૨ એ સમય હતો જ્યારે ગ્રેટ બ્રિટન રોમન જુલિયન કેલેન્ડરથી ગ્રેગોરિયન કેલેન્ડર તરફ વળ્યું. જુલિયન કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડરથી ૧૧ દિવસ [...]

 
ચકલી તો ગોરી ને કાગડાઓ કાળા,
પોપટ તો લીલાને પાડે એ ચાળા.
એકતા દર્શાવે જ્યારે પોપટનાં ટોળા,
ડાળીનું શું વિસાત, હલાવી દે ડાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.
સૌને એ ગમતા, સૌ ની સાથે રમતા,
વ્રુદ્ધ, યુવાન, બાળક કે બાળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.
ના જોઇએ સિમેન્ટ કે ના રેતી-કપચી,
પોપટ સમુદાય બાંધે વ્રુક્ષો પર માળા.
…પોપટ તો લીલાને પાડે એ ચાળા.
ના [...]

હમણા જ જીગ્નેશભાઇ અધ્યારુંનાં બ્લોગ પર ભણાવવું એટલે શું? પોસ્ટ વાંચી, તો એના પરથી એક અમેરિકન સ્લેમ પોએટ ટેલર માલીની શિક્ષકો પર લખેલી એક સ્લેમ પોએમ યાદ આવી ગઇ. તો એ પોસ્ટ કરુ છુ.

He says the problem with teachers is, “What’s a kid going to learn
from someone who decided his best [...]

મુજ ચરણોને ઢાંકે એવું એક પડળ શોધું છું.
મારા પગ પર છે કાદવ, ને હું એક કમળ શોધું છું.
મારા પગને તમે માણસ પણ ગણી શકો જળાશયમાં,
ડુબી જવું છે એમને , એમના માટે વમળ શોધું છું.
કોઇ પણ જાતનાં જોડાનો હું ઇચ્છુક છું હવે,
સુંદર મળે તો ઉત્તમ, નહિ તો લઘરવઘર શોધુ છું.
જે ગ્રુહ સમરાંગણે વંદાને પણ કચડશે,
એવો એક [...]

ચીને કર્યુ છે આ વખતે બધા દેશો ને વેલકમ,
ભવ્ય સમારંભ રાખી તોડી નાંખ્યા બધાનાં ભ્રમ.
છોકરું ટી.વી. સામેથી માથુ પણ નથી ખસેડતું,
ક્યારની મા એની કહે છે “જમ બેટા જમ”.
જાન લેવા આવ્યા’તા ને ગોળાફેંક કરી જતા રહ્યા,
ઓલિમ્પિક્સ નાં માહોલમાં રંગાઇ ગયા ખુદ યમ.
વિશ્વયુદ્ધ કરો તો આવુ કરો , રમતાં રમતાં,
ગોલ્ડમેડલો લાવો ને બતાવો તમારો દમ.
ઇન્ડિયા જીતે ગોલ્ડમેડલ [...]

બે દિવસ પહેલાં જ શ્રી અધીર અમદાવાદીની એક રચના પોસ્ટ કરી હતી… આજે પણ એમની જ એક નવી રચના માણો.

૩૮૬નુ પ્રોસેસરને ૬૪ એમ્ બી. રૅમ છે.
પત્નીને મારી કોમ્પ્યુટર હોવાનો વ્હેમ છે.
તોયેએ કેમ ગરમ થઈ જાય છે????
ચાર ચાર તો નાખ્યા ઘરમાં ફેન છે.
સ્પીડ ઓછી છે નેટ્ની જેમ્ એની
લાગે છે જાણે મગજમાં ટ્રાફિક જૅમ છે
ટીવીને નેટ સર્ફિંગમાં [...]

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીમાં કચરા કવિ સંમેલનમાં ‘શાળા’ વિષયે મારી રચના…
બોટલનાં ઢાંકણામાંથી લોટો થઇ ગયો,
બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.
જ્યાં રોજ ખભે બેગ ભેરવીને જતો હતો,
એ શાળાનો હવે ખાલી ફોટો રહી ગયો.
…બર્થ સર્ટીફીકેટ જોયું તો લાગ્યુ કે હું મોટો થઇ ગયો.
જીવનનાં પાણીમાં શાળાની યાદનાં પરપોટા છે,
એ પાણી વહેતુ રહે છે ને [...]

અભ્યાસે સિવિલ એન્જિનિયર અને વ્યવસાયે સેપ્ટ,અમદાવાદમાં પ્રોફેસર એવા શ્રી દેવાંશુ પંડિત કે જેમનું તખલ્લુસ “અધીર” અમદાવાદી છે. દિવ્ય ભાસ્કર માં પણ તેમની રચનાઓ પ્રગટ થઇ ચુકેલ છે. તેમની રચના પ્રસ્તુત કરું એ પહેલા,
તેમની પ્રસ્તાવના તેમનાં જ શબ્દો માં–
“હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ… એમ કહીશ તો શુષ્ક લાગશે.. ઍટલે મારી ઓળખ આમ આપુ છું.. સળગતો [...]

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં પ્રાણી સંગ્રહાલય વિષયે મારી રચના…

કુદી કુદીને કેટલુ કુદે બિચારો, આગળ પાછળ કારાગાર છે.
મોટી છલાંગે પહોંચે શ્રીલંકા એ વાંદરો અત્યારે લાચાર છે.
એક ત્રાડે જે જંગલ ગજાવતો એ સિંહ બેઠો અત્યારે એક પાળીએ,
લોકો આપે તે ચણા-મમરા ખાઇ જંગલનો રાજા બિમાર છે.
૩રૂ. ની ટિકિટ લઇ ને પુછડી ખેંચે પેલો બાળ,
સસલુ બેઠુ [...]

પકડો કી-બોર્ડને કોઇ પળે, એમ પણ બને,
કે સી.પી.યુ. શોર્ટ સર્કીટને લીધે બળે, એમ પણ બને.
નથી છેતરતા માત્ર દુકાનવાળા કે ફેરિયા,
ઇલેક્ટ્રીશીયન અર્થીંગ કરવામાં છેતરે, એમ પણ બને.
ગુસ્સે થઇ ઇલેક્ટ્રીશીયન નાં ઘરે પહોંચો પણ,
ઝાંપેથી જ કુતરુ પાછળ પડે, એમ પણ બને.
જેને શોધતા હો બધા સર્ચ એન્જિનમાં,
એ ફાઇલ તમારા ડેસ્કટોપ પર મળે, એમ પણ બને.
હું છું ગુજરાતી ને [...]