કપાયેલા પતંગની આત્મકથા

આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન”

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

-સાક્ષર ઠક્કર

,

  1. #1 by jayeshupadhyaya on July 30, 2008 - 9:55 am

    અંતની બે પંક્તી ધારદાર

  2. #2 by રવિ પારેખ on July 30, 2008 - 10:11 am

    આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
    દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

    તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
    પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

    Gr8 piece of work….

  3. #3 by રવિ પારેખ on July 30, 2008 - 1:05 pm

    જીવના જોખમે,એણે (ગગને)પક્ડ્યો મને રસ્તા વચ્ચે દોડી,

    પુરાં થતાં મારાં સ્વાસો, બની ગયો હું ધનુષ-બાણની જોડી.

  4. #4 by વિનય ખત્રી on January 14, 2010 - 11:11 am

    આપની આ રચના જય વસાવડાના આજના લેખમાં લેવામાં આવી છે. વાંચો ગુજરાત સમાચારની શતદલ પૂર્તિનો લેખ… http://bit.ly/stonms

    • #5 by saksharthakkar on January 14, 2010 - 11:17 am

      એ મારા ધ્યાનમાં છે, તો પણ જણાવવા બદલ આભાર… :)

  5. #6 by વિનય ખત્રી on January 14, 2010 - 11:13 am

    અને કોઈ કેયુર ગજ્જર નામના બ્લૉગરે તમારી રચના તફડાવીને મૂકી દીધી છે. તમારું નામ કે લિન્ક આપ્યા વગર! જય હો!

    • #7 by saksharthakkar on January 14, 2010 - 11:18 am

      હા હા… પ્રેક્ષકો એ પકડી પાડ્યા!!! :)

    • #9 by saksharthakkar on February 7, 2010 - 1:06 pm

      જ્યારે જ્યારે ધર્મનો નાશ અને કોપી-પેસ્ટનો ઉદભવ થાય છે ત્યારે ત્યારે ધર્મની સંસ્થાપના માટે વિનય ખત્રી પ્રગટ થાય છે અને કોપી-પેસ્ટ વાળા બ્લોગનો સંહાર કરે છે… :)

      • #10 by વિનય ખત્રી on February 8, 2010 - 6:46 am

        મારો ઈરાદો કૉપી-પેસ્ટ વાળા બ્લૉગનો સંહાર કરવાનો નહીં પણ કૉપી-પેસ્ટ વાળી પોસ્ટનો સંહાર કરવાનો હતો. ભાઈ સાહેબ મેદાન છોડીને ભાગી ગયા. ખેર જે થયું તે.

        ફરી તેઓ નવપલ્લિત થઈને પોતાના વિચારો વ્યક્ત કરતો બ્લૉગ શરુ કરશે ત્યારે મને ખરો આનંદ થશે.

  6. #11 by કુણાલ on January 15, 2010 - 3:44 am

    :) saras

  7. #12 by Kartik Mistry on January 15, 2010 - 6:12 am

    સરસ કવિતા, સાક્ષર..

  8. #13 by જૈમિન મક્વાણા- “બદનામ” on January 15, 2010 - 2:09 pm

    Last two para is great, unique thinking, i also wrote a simple poem on ‘uttarayan”. http://jaiminmakwana.wordpress.com/
    May u like it…

  9. #14 by dhavalrajgeera on January 15, 2010 - 3:27 pm

    પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી…

    You know the logic.
    Good Thinking.
    Keep shining.

    Rajendra Trivedi,M.D.
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  10. #15 by arvindadalja on January 16, 2010 - 6:56 am

    પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

    દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

    બહુ જ સરસ ! આપની આ બે પંક્તિઓ જીવનની વાસ્તવિકતા તાદ્રુશ કરે છે. ધન્યવાદ ! આવજો ! ફરી મળીશું !

    સ-સ્નેહ
    અરવિંદ
    આપને મારાં બ્લોગની મુલાકાત લેવાનું ભાવભર્યું નિમંત્રણ છે. આપના પ્રતિભાવની હું ઉત્સુકત પૂર્વક રાહ જોઈશ !બ્લોગની લીંક
    http.arvindadalja.wordpress.com

  1. છાપરે નહિ તો કંઈ નહિ, હું છાપે ચડ્યો ;) « હું સાક્ષર..
  2. કાયપો છે (હાઇકુ) « હું સાક્ષર..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers