Archive for July, 2008

શોલે — એક કવિતા

Sholay

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં શોલે વિષયે મારી રચના…

(રાગ – એકડો સાવ સળેખળો)

સાંભો સાવ સુકલકડો ને,
ગબ્બરનો મોટો અડ્ડો.
જય-વીરુ એવા ભૈબંધ,
ના કરે ક્યારેય ઝગડો.

સાંભો સાવ સુકલકડો ને…

બસંતી તો ગબ્બર સામે નાચે તા-તા-થૈ,
કાલિયાની ગબ્બર સામે હાલત બગડી ગૈ.

સાંભો સાવ સુકલકડો ને…

વીરુ બંદુક શિખવાડીને બસંતીને પટાવે,
જયવિરુ હરખાય જ્યારે ઠાકુર તિજોરી બતાવે.
સાંભો સાવ સુકલકડો ને…

સિક્કાથી ઉલ્લુ બનાવી જય શહીદ થ્યો,
વીરુ બદલો લેતો એમાં ઠાકુર પહોંચી ગ્યો.

સાંભો સાવ સુકલકડો ને…

,

1 Comment

દાતણ

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં દાતણ વિષયે મારી રચના…

રંગબે રંગી રંગ નથી , હું દાતણ છુ,
લચકીલો કોઇ અંગ નથી , હું દાતણ છુ.

આગળથી પકડો કે પાછળથી પકડો,
પકડવાના કોઇ ઢંગ નથી, હું દાતણ છું.

ઉલ્યાનુ હું જ કામ કરુ છુ,
ઉલ્યા કેરો સંગ નથી, હું દાતણ છું.

“દાદાએ દાંતથી અખરોટ તોડી” એવું સાંભળવુ હોયતો મને વાપરો ,
સાચુ કહુ છુ, વ્યંગ નથી, હું દાતણ છું.

-સાક્ષર ઠક્કર

,

Leave a Comment

કચરાપેટી

ગુજરાતી હાસ્ય લેખન કોમ્યુનિટીનાં કચરા કવિ સંમેલનમાં કચરાપેટી વિષયે મારી રચના…

કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.
કચરાપેટિમાં માખીઓની લોજ કરાવી દે છે.

કેટલાયે લોકોને લપસતા બચાવે છે એ,
કેળાની છાલોની એ(કચરાપેટી) ફોજ બનાવી દે.
….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.

લોકો જ્યારે પાણીની બોટલો નાખે છે એમાઁ,
તો ગંદકી સાથે એ હોજ બનાવી દે છે.
….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.

મચ્છરોનો તો શુઁ વિકાસ કરે છે એ,
ગંગુતેલી થઇને આવ્યો હોયને રાજા ભોજ બનાવી દે છે.
….કે એક કચરાપેટી માખીઓને મોજ કરાવી દે છે.

,

Leave a Comment

કપાયેલા પતંગની આત્મકથા

આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન”

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

-સાક્ષર ઠક્કર

,

17 Comments

શું તમને લાગે છે તમે નાચી શકો છો? (So You Think You Can Dance)

એક અમેરિકન રિયાલીટી શો  “so you think you can dance” માં થોડા દિવસ પહેલા બે પ્રતિયોગીઓ ને  બોલિવુડ નાં કોઇ પણ ગીત પર ન્રુત્ય કરવાનું હતું… અને એ લોકો એ “ઓમ શાન્તિ ઓમ” નું “ધુમ તાના ” ગીત પસંદ કર્યું.
એમનો પ્રયાસ, પ્રેક્ષકો અને નિર્ણાયકોનો પ્રતિસાદ જુઓ આ નીચેના વિડીઓમાં

,

1 Comment

જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

પોતાના ‘પ્રોજેક્ટ’ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

જીંદગીથી હરેલો છે, પણ ‘બગ’થી હાર નથી માનતો,
પોતાની ‘એપ્લીકેશન’ની એક એક લીટી યાદ છે,

પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,
દિવસ પર દિવસ એક ‘એક્સેલ’ ફાઇલ બનાવી રહીયો છે,

આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

દસ હજાર લીટીનાં ‘કોડ’માં ‘એરર’ શોધી લે છે પણ, મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,
‘કોમ્પ્યુટર’માં હજારો ‘વિન્ડો’ છે, પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,

શનિ-રવિ નહાતો નથી ને આખુ અઠવાડિયું નહાતો રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

‘કૉડીંગ’ કરતા કરતા ખબર જ ના રહી, ‘બગ’ની ‘પ્રાયોરીટી’ ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,
પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો ‘સિગારેટ’ના ધુમાડામાં ખોવાઇ ગયો, દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ,

શનિ-રવિ પર દારુ પીયને મજા કરી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

મજા લેવી જ હોઇ જો એની તો પૂછી લો, પગાર વધારાની ‘પાર્ટી’ ક્યારે આપે છે?
ને મજાક ઉડાવવી હોઇ તો પૂછી લો, ‘ઓન-સાઇટ’ ક્યારે જઇ રહીયો છે?

આ જુઓ ‘ઓન-સાઇટ’ પરથી પછા ફરેલા સાથી-મિત્રની ચોકલેટ ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
KRAની તારીખ આવતી નથી ને ‘ઇંકમ-ટેક્સ્’નો સિતમ થઇ રહીયો છે,

આ જુઓ પાછી ‘બસ’ છૂટી ગઇ ને ‘રિક્શા’થી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

‘પીત્ઝા’ ગળે નથી ઉતરતા તો સાથે ‘કોક’ના ઘૂંટડા લઇ રહીયો છે,
‘ઓફિસ’ની થાળી જોઇ મોઢુ બગાડે છે, માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,

સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

તમે અત્યાર સુધી ઘણી લીધી હશે ચુંટકીઓ,
સોફ્ટવેઅર એન્જીનિયરના જીવનનું સત્ય બતાવતી આ છેલ્લી થોડી પંક્તિઓ,

હજારોના પગારવાળો ‘કંપની’ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
સોફ્ટવેઅર એન્જીનિયર એ જ બની શકે જે લોઢાનું કાળજુ રખતો હોઇ,

અમે લોકો જીવી જીવીને મરી રહીયા છીએ, જીંદગી છે કંઇક આવી,
એક ‘ફોજી’ની નોકરી, એક સોફ્ટવેઅર એન્જીનિયરની નોકરી, બંને એક જેવી,
આ કવિતાનો દર એક શબ્દ મારા દિલની ઉંડાઇથી આવી રહીયો છે,
આ જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

( એક ફોરવર્ડ ઇમેઇલમાંથી)

,

7 Comments

माँ मैं आ रहा हूँ !!!

ઘણા બધા પ્લાનમાં ફેરફાર થયા પછી અંતે કંપની તરફથી એન્ડ ડેટ મળી અને બીજા જ દિવસે ઇન્ડીયાની ટિકીટ બુક. અને હવે ૧૬ ઓક્ટોબરનુ કાઉન્ટ ડાઉન શરું… ક્યારે ઇન્ડીયા પહોંચુ અને ક્યારે મમ્મીનાં હાથનું જમવાનું મળે.. આ ફોટો ખબર નહિ કોણે અને ક્યારે પાડ્યો હતો(મોટા ભાગે મારા ભાઇએ પાડેલો છે) પણ જોઇને મજા આવી ગઇ અને ઘરે જવાની ઇચ્છા બમણી થઇ ગઇ.

,

5 Comments

વરસાદ પહેલાનો બાફ

અત્યારે વરસાદની મોસમ છે તો જરાક એની પર ૪ લાઇનો લખી દીધી, જો કે વરસાદ વિશે નથી લખી વરસાદ વિશે તો બધા જ કવિતાઓ લખે છે… આ તો છે વરસાદની પહેલાનાં બાફ વિશે…
થોડી થોડી વારે તમે અમને અડતાં હતાં,
“દાઝી ગઇ” એમ કહીને પાછા બળતાં હતાં,
એ તો તમે સુંદર પરપોટા સમજી બેઠા’તા અમને,
અમે તો વરસાદ પહેલાંનાં બાફથી ઉકળતાં હતાં.

- સાક્ષર

, ,

3 Comments

ટાબરિયાં ક્રિકેટ સંહિતા ! – મન્નુ શેખચલ્લી

મન્નુ શેખચલ્લી એ જે રીતે ગલી ક્રિકેટનું વર્ણન કર્યું છે, મને મારું બાળપણ યાદ આવી ગયું.
સુંદર અવલોકન અને એથી સુંદર રજૂઆત. એ લેખ રીડગુજરાતી પર વાંચવા માટે અહીં ક્લિક કરો.

,

Leave a Comment

શાહબુદ્દીન રાઠોડ

ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની ૪ સિઝન આવી ગઇ. દર વખતે એ લોકો કંઇક નવું લાવવાનો પ્રયત્ન કરે છે, લોકો ને હસાવવાનાં ભાગરુપે. એની સામે આ છે શાહબુદ્દીન રાઠોડ, મેં એમની ૫ કેસેટ સો વખત સાંભળી હશે અને દર વખતે હું વધુને વધુ હસું છું, આખા પરિવાર સાથે માણી શકાય અને જ્ઞાન સાથે ગમ્મત પીરસનાર મહાનુભવ એટલે આપણા શાહબુદ્દીન રાઠોડ. પ્રસ્તુત છે એમનાં અમદાવાદમાં થયેલા એક લાઇવ પ્રોગ્રામનાં થોડા વિડીઓ.

Shabuddin Rathod Live in Abad Part 1 of 6
Shabuddin Rathod Live in Abad Part 2 of 6

Shabuddin Rathod Live in Abad Part 3 of 6

Shabuddin Rathod Live in Abad Part 4 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

Shabuddin Rathod Live in Abad Part 5 of 6

,

2 Comments

Follow

Get every new post delivered to your Inbox.

Join 329 other followers